અધ્યાય ચોથો - જ્ઞાનકર્મસંયાન્સ યોગ
આ પ્રમાણે પરંપરા થી પ્રાપ્ત થયેલા આ પરમ જ્ઞાન ને રાજર્ષિઓ જાણતા હતા. તે જ્ઞાન લાંબા કાળે આ લોકમાં નાશ પામ્યું છે ।।2।।
આ પુરાતન અને અનમોલ જ્ઞાન આજે મેં તને કહું છું , કેમકે તું મારો પ્રિય ભક્ત અને સખા પણ છે. ખરેખર આ જ્ઞાન ઉત્તમ અને ગુપ્ત રહસ્ય છે. ।।3।।
અર્જુન બોલ્યા : હે ગોવિંદ ! તમારો જન્મ તો હજુ થોડા વર્ષો પહેલા નો છે ! જયારે સૂર્ય ભગવાન તો સંસાર ના ઉત્પત્તિના સમયથી જ છે તો આપે તેમને આ યોગ કેવી રીતે કહ્યો હતો? ।।4।।
શ્રી ભગવાન બોલ્યા : હે અર્જુન ! મારા અને તારા અનેક જન્મો થઇ ગયા છે , તે સર્વ મને યાદ છે, હે પરન્તપ! તે તને યાદ નથી ।।5।।
હું અજન્મા , નિર્વિકાર સ્વરૂપને સર્વ પ્રાણીઓનો કર્તા હર્તા છું , છતાં સમયની જરૂરીયાત અને સંજોગો પ્રમાણે પ્રકૃતિનો આશ્રય લઈ પોતાની માયા વડે જન્મ લઉં છું। ।।6।।
હે ભારત ! જયારે જયારે ધર્મ ની હાનિ થાય છે અને અધર્મ નું જોર વધે છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. ।।7।।
સત્યપુરુષો અને સાધુ પુરુષો ના રક્ષણ માટે,દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. ।।8।।
હે મહાબાહુ ! આ પ્રમાણે મારા દિવ્ય જન્મ અને દિવ્ય કર્મનું જે તત્વ જાણે છે તે મૃત્યુ પછી પુનર્જન્મ ધારણ કરતો નથી, અને તે મને પ્રાપ્ત થાય છે. ।।9।।
રંગ, રાગ , ભય , દોષ રહિત મત્પરાયણ અને મારા આશ્રિત ઘણા ભક્તો જ્ઞાનમય તપશ્ર્યાથી શુદ્ધ થઇ મારા સ્વરૂપને પામ્યા છે. ।।10।।
દરેક મનુષ્યને ફળ હું તેમના કર્મને આધારે જ આપું છું. હે પાર્થ ! મનુષ્ય ગમે તે તરફ ચાલે પણ તે મારા જ માર્ગ ને આવીને મળે છે. ।।11।।
આ સંસાર લોકમાં કર્મફળની ઈચ્છા ધરાવનારા દેવોને પૂજે છે, કેમકે મૃત્યુ લોકમાં કર્મની સિદ્ધિ ધણી શીઘ્રતાથી પ્રાપ્ત થાય છે. ।।12।।
ગુણ અને કર્મના આધારે મેં ચાર વર્ણના નિર્માણ કર્યા છે. હું આ બધાનો કર્તા હોવા છતાં પણ નિર્વિકાર હોવાથી મને તું અકર્તા સમજ. ।।13।।
હું કર્મોથી લેપાતો નથી અને કર્મફળની મને ઈચ્છા નથી. જે મારા આ દિવ્ય સ્વરૂપને જાણે છે તેને કર્મનું બંધન રહેતું નથી. ।।14।।
હે અર્જુન ! તારા પૂર્વજોએ પણ કર્મો કરેલ છે, માટે તું પણ કર્મ કર, આદી કાળમાં પણ લોકોએ કર્મ જે કરેલું છે તે પણ તું કર. ।।15।।
કર્મ અને અકર્મ અંગેનો વિચાર જ્ઞાની પુરુષોને પણ ભ્રમમાં પાડે છે , માટે તે જાણવાથી તું પાપથી મુક્ત થઈશ તેવી રીતનું કર્મ કયું તે હું કહું છું ।।16।।
કર્મ ની ગતિ ન્યારી છે એટલે કર્મ સુ તે પણ જાણવું જોઈએ અને વિપરીત કોને કહેવું તે પણ સમજવું જોઈએ. અકર્મ એટલે શું તે પણ તું જાણી લે. ।।17।।
જે પુરુષ કર્મમાં અકર્મ અને અકર્મ માં કર્મનો ભેદ જુએ છે, તે પુરુષ સર્વ કર્મ કરવાવાળો કર્મયોગી થઈ બુદ્ધિમાન થાય છે. ।।18।।
જે કર્મયોગી સર્વ કર્મ ફળની ઈચ્છા રાખ્યા વગર કરે છે અને જેનાં કર્યો જ્ઞાનરૂપ અગ્નિમાં ભસ્મ થઇ જાય છે, તેને જ્ઞાનીલોક પ્રખર વિદ્વાન કહે છે. ।।19।।
કર્મયોગી પોતે કરેલ કર્મના ફળની ઈચ્છા રાખતો નથી. નિત્યતૃપ્ત અને ફલાશ્રયરહિત થઈને જે કર્મમાં રાત થાય છે વાસ્તવમાં તે કંઈ પણ કરતો નથી. ।।20।।
જે કર્મયોગી છે, મન અને ઇન્દ્રિયોને વશમાં રાખનારો છે, જેને સર્વ પ્રલિગ્રહો છોડી દીધા છે, તે શરીરથી કર્મો કરે તો પણ પાપથી લેપાતો નથી. ।।21।।
જે મળે તેનાથી સંતુષ્ટ, સુખદુઃખાદિને મન ઉપર લેનારો ના હોય, મુક્ત દ્વેષરહિત તથા સિદ્ધિ-અસિદ્ધિ માં સમભાવવાળો પુરુષ કર્મ કરવા છતાં તેની મોહજાળ માં ફસાતો નથી. ।।22।।
જેનું મન નિરાભિમાની, મુક્ત, જ્ઞાનમાં સ્થિર ચિત્તવાળા તથા યજ્ઞ ના હેતુથી કર્મ કરનારના કર્મ સર્વ પ્રકારે વિલીન થાય છે. ।।23।।
તે બ્રહ્મને જ પામે છે. જે અર્પણ ક્રિયા બ્રહ્મ છે ,હોમવાનો પદાર્થ બ્રમ્હ છે.બ્રમ્હરૂપ અગ્નિમા બ્રમ્હરૂપમાં લીન થઇ ને હોમેલું તે પણ બ્રહ્મ જ છે, આમ કર્મને લગતી સઘળી બાબતોમાં જે બ્રમ્હભાવે સ્થિર રહે છે. ।।24।।
યોગીઓ વિવિધ પ્રકારની પૂજા અર્ચના દ્વારા દેવતાઓની ઉપાસના કરે છે, તો કેટલાય યજ્ઞ વડે ઇન્દ્રિય કર્મ અને પ્રાણકર્મને હોમે છે. ।।25।।
કેટલાક શ્રવણેન્દ્રિય વગેરે ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે જયારે બીજા કેટલાક શબ્દ વગેરે વિષયોને ઇન્દ્રિયો રૂપ અગ્નિમાં હોમે છે. ।।26।।
વળી કેટલાક ઈંદ્રિયોનાં સર્વ કર્મોને તથા પ્રાણનાં કર્મોને જ્ઞાન વડે પ્રદીપ્ત થયેલા આત્મસંયમરૂપ યોગગ્નિમાં હોમ કરે છે. ।।27।।
કેટલાક પ્રણાયામ યોગ જાણવાવાળા યોગી પ્રાણ અને અપાનની ગતિને રોકીને રેચક,પૂરક અને કુમ્ભરૂપ યજ્ઞ કરે છે. ।।28 , 29।।
કેટલાક આહાર સંયમપૂર્વક પ્રાણોમાં પ્રાણોનો હોમ કરે છે. આ સઘળા યાગ્યતત્વ ને જાણવાવાળા હોય છે. યજ્ઞથી તેમના પાપ કર્મો નો નાશ થાય છે અને ફળ સ્વરૂપ અમૃતનો ભોગ કરીને તે સનાતન બ્રહ્મને પ્રાપ્ત કરે છે. યજ્ઞ કરવાવાળાને આ લોકની પ્રાપ્તિ થતી નથી. તો પરત્વ ક્યાંથી હોય? ।।30-31।।
હે ધનંજય ! સકામ યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ છે। કેમકે હૈ પાર્થ ! સર્વ પ્રકારનાં કર્મનું સંપન્ન જ્ઞાનમાં જ થાય છે ।।33।।
તે જ્ઞાન તું જ્ઞાની પુરુષોને પ્રણામ કરીંને તેમજ હું શા માટે અવતર્યો છું ? તેમાંથી કેવી રીતે નિવૃત થવું? આવા પ્રશ્નો કરીને તથા તેમની સેવા કરીને સંપાદન કર શાસ્ત્રવેત્તા તથા એની મહાત્માઓ અને તે જ્ઞાનનો ઉપદેશ કરશે. ।।34।।
હૈ પાંડવ ! તારા અંતર મનમાં જયારે જ્ઞાન રૂપી દીવો પ્રગટશે પછી તું ફરીથી મોહ પામીશ નહિ અને તે જ્ઞાન વધારે સર્વ પ્રાણીઓને પ્રથમ તું પોતાનામાં અને પછી તારામાં જોઈશ. ।।35।।
જો તું સર્વ પ્રકારના પાપોનું આચરણ કરી ચુક્યો હોઈશ, તો પણ જ્ઞાનરૂપી નૌકા વડે પાપરૂપી નૌકા વડે પાપરૂપી સમુદ્રને આસાનીથી તરી જઈશ. ।।36।।
હે અર્જુન ! જેમ સળગતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરે છે, તેમ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ પાપ કર્મોને ભસ્મ કરે છે .।।37।।
ત્રણે લોકમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કઈ નથી યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર પુરુષ કાળે કરીને સ્વયં પોતાનામાં જ્ઞાન મેળવે છે. ।।38।।
હે ભારત ! શ્રદ્ધાવાન, જ્ઞાનમાં તત્પર અને જિતેન્દ્રિય પુરુષને જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ શાંતિ પામે છે. ।।39।।
પરંતુ અજ્ઞાની તથા શ્રદ્ધાહીન સંશયમ રહી નાશ પામે છે. કેમ કે સંસ્યાતમાં રત રહેનારને આ લોકમાં કે પરલોકમાં ક્યાંય સુખ કે શાંતિ મળતા નથી. ।।40।।
હે ધનંજય ! જેમણે ઈશ્વરપર્ણ કર્મયોગ વડે કર્મફલનો ત્યાગ કર્યો છે, અને જ્ઞાન વડે જેના સંશયો છેદાયા છે, એવા આત્મનિષ્ઠ મહાત્મા કોઈપણ કર્મના બંધનમાં બંધાતો નથી. ।।41।।
તેથી જ હે ભારત ! અજ્ઞાન રૂપી તારા હૃદયમાં ઉત્પન્ન થયેલા અંધકાર(સંશય) ને જ્ઞાનરૂપી તલવારથી છેદી નાખીને બ્રહ્માપર્ણ-કર્મયોગનું આચરણ કરે ને તારું ગાંડીવ ઉઠાવ અને યુદ્ધ માટે ઉઠ, ઉભો થા. ।।42।।
।। ૐ તત્સદિતિ જ્ઞાનકર્મ સંન્યાસયોગ નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ ।।
જો તમારે કોઈ ક્યુરી હોઈ તો બ્લોગ પર લખો। .
Comments
Post a Comment